સુખાકારી પાછળની સચ્ચાઈ

સુખાકારી પાછળની સચ્ચાઈ

આ દુનિયામાં દરેક વ્યક્તિ તેમના જીવનમાં સુખાકારી ઇચ્છે છે. શું તમને લાગે છે કે સુખ શોધવું સહેલું છે? શું આપણે હાલનાં તબક્કે ખરેખર ખુશ છીએ?

સુખ ફક્ત એક વ્યક્તિ પૂરતું જ સીમિત નથી, તે સમગ્ર પરિવાર માટે છે. જો આપણો પરિવાર સુખી હોય તો જ આપણે ખુશ રહી શકીએ છીએ. આપણા પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો આપણે ક્યારેય સુખી નહીં હોઈ શકીએ. તેથી આપણી ખુશી આપણાં પરિવારની ખુશીઓ સાથે જોડાયેલી છે.

સુખ અને દુ:ખએ એક જ સિક્કાની બે બાજુ છે. જો જીવનમાં કંઈક સારું થાય, તો આપણો પરિવાર ખુશ થાય છે. જો જીવનમાં કશું અનિચ્છનીય બને તો આપણો પરિવાર પણ દુ:ખી થઈ જાય છે.

જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય જે આપણે પૃથ્વી પર ગાળીએ છીએ તેને “જીવન” કહેવામાં આવે છે. જીવનમાં શિક્ષણ, કારકિર્દી (નોકરી / વ્યવસાય / ખેતી), લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય, સપનાનું ઘર, નિવૃત્ત જીવન વગેરે જેવા વિવિધ તબક્કાઓ હોય છે.

દરેક કુટુંબ તેમના જીવનકાળ દરમિયાન આ તબક્કાઓમાંથી પસાર થાય છે. કેટલાંક પરિવારો તેમના જીવનનાં અમુક તબક્કે ખુશ હોઈ શકે છે જ્યારે કેટલાંક પરિવારો તેમના જીવનનાં અમુક તબક્કે દુ:ખી હોઈ શકે છે.

આપણો પરિવાર ખુશ થાય છે:

  • જ્યારે બાળકો તેમની પરીક્ષામાં સારા ગુણ મેળવે છે.
  • જ્યારે બાળકોને યોગ્ય નોકરી મળે.
  • જ્યારે બાળકોનાં લગ્ન નિશ્ચિત થાય છે.
  • જ્યારે ધંધામાં સારો નફો મળે છે.
  • જ્યારે નવું મકાન/ કાર ખરીદવામાં આવે છે.
  • જ્યારે આપણે વેકેશન પર જઈએ છીએ.

આપણો પરિવાર ત્યારે નાખુશ બને છે:

  • જ્યારે બાળકો તેમની પરીક્ષામાં નિષ્ફળ જાય છે અથવા સારું પરિણામ નથી મેળવતા.
  • જ્યારે બાળકોને યોગ્ય નોકરી મળતી નથી.
  • જ્યારે બાળકોનાં લગ્નમાં વિલંબ થાય છે.
  • જ્યારે આપણને આપણા ધંધામાં ખોટનો સામનો કરવો પડે છે.
  • જ્યારે આપણે નવું મકાન બનાવવામાં / ખરીદવામાં અસમર્થ રહીએ છીએ.

આ સમસ્યાઓ લાંબા ગાળે આપણને અસર કરે છે, તે માત્ર એક જ વ્યક્તિને નથી પરેશાન કરતી, પરંતુ તે સમગ્ર કુટુંબને અસર કરે છે અને કેટલીકવાર તે હદથી વધુ હોઇ શકે છે.

ઘણા વિદ્વાનો અને સંતોએ કહ્યું છે કે “સુખ તમારી અંદર છે”. તેમના મતે, તે સંપૂર્ણ રીતે યોગ્ય છે કારણ કે તેઓ એકલા રહેવાનું અથવા આશ્રમોમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ આપણે આપણા પરિવાર સાથે આપણાં ઘરે રહીએ છીએ અને કર્મચારીઓ અથવા સહકર્મીઓ સાથે ઓફિસમાં કામ કરીએ છીએ. હવે આવી સ્થિતિમાં શું આંતરિક ખુશી મેળવવી શક્ય છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ જ્ઞાન એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને તે પ્રાચીન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર આધારિત છે. તે સમગ્ર પરિવારને (તે કોઈપણ ધર્મનું કેમ ન હોય) માત્ર વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં લાવીને 9 થી 180 દિવસમાં આનંદમય જીવન અથવા સુખી જીવનનો માર્ગ દર્શાવે છે.

દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેમાં પણ અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગનાં સંપર્કમાં આવે ત્યારબાદ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તે શરીરનાં કરોડો કોષોને જ્યારે જરૂર પડે ત્યારે વૈશ્વિક ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે.

જ્યારે શરીરનાં કરોડો કોષો અને અંગોને પૂરતી માત્રામાં વૈશ્વિક ઉર્જા પ્રાપ્ત થશે ત્યારે તે આપમેળે વધુ સશક્ત અને સક્રિય બનશે. તે આખા શરીરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. પરિણામે, પરિવારનાં દરેક સભ્ય શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે.

જ્યારે તમે માનવગુરુનાં અનન્ય સરલવાસતું માર્ગદર્શનનું પાલન કરો છો, ત્યારે આગામી 9 થી 180 દિવસની અંદર તમે આનંદમય જીવન અથવા સુખી જીવનનો અનુભવ શરૂ કરી શકશો.

માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube