દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.
દરેક પરિવારનાં જીવનમાં સંબંધો મહત્વની ભૂમિકા ભજવે છે. જો સંબંધો સારા ન હોય તો તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને દૈનિક ધોરણે અસર કરે છે. પતિ-પત્ની વચ્ચેના વણસેલા સંબંધો ક્યારેક છૂટાછેડા તરફ દોરી જાય છે. તેની અસર દંપત્તિનાં બાળકો પર પણ થશે.