દરેક વ્યક્તિએ જીવનનાં વિવિધ તબક્કાઓ પાર કરવાના હોય છે, જન્મથી મૃત્યુ સુધીનાં આ તબક્કાઓમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, સંબંધ, સંપત્તિ, આરોગ્ય અને નિવૃત્ત જીવનનો સમાવેશ થાય છે.
‘સારું સ્વાસ્થ્ય’ દરેકનાં જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણે સ્વસ્થ નહીં હોઈએ, તો દુનિયાભરની સંપત્તિ અને ખ્યાતિ આપણી ખુશીઓ ખરીદી શકશે નહીં. સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. તેથી આપણે સંપત્તિ કરતાં સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા આપવાની જરૂર છે. તમે સ્વસ્થ હશો તો આપોઆપ વધુ સંપત્તિ કમાઈ શકશો.