માનવગુરુ તેમના દિવ્યજ્ઞાન દ્વારા પરિવારનાં દરેક સદસ્યને તેમના ઘર અને કાર્યસ્થળે વૈશ્વિક ઉર્જા (ભગવાન) સાથે સંપર્ક સાધવાનો એક અનન્ય માર્ગ બતાવશે. તેનો તમારા ઘર અને કાર્યસ્થળે માત્ર એકવાર અમલ કરવાનો રહે છે.

દરેક વ્યક્તિની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ (High Vibrational Frequency) અને 4 નિમ્ન કંપન તરંગ (Low Vibrational Frequency) હોય છે. તે જ કંપન તરંગ તેમના નિવાસસ્થાન અને કાર્યસ્થળ પર પણ તેમને લાગુ પડે છે. વૈશ્વિક ઉર્જા (ભગવાન) ની પણ અનન્ય કંપન તરંગ ધરાવતી ઉર્જા હોય છે.

જ્યારે વ્યક્તિ જ્યાં રહે છે તે ઘર અથવા કાર્યસ્થળે તેમના સંબંધિત કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા (ભગવાન) સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જા વ્યક્તિના શરીરમાં અને રહે છે તે સ્થળે વહેવાનું શરૂ કરે છે. આ વૈશ્વિક ઉર્જા તેમની ધમનીઓ અને નસો દ્વારા લોહીમાં પણ વહન થવાનું શરૂ કરે છે. પરિણામે, તે સંબંધિત અવયવની ધમનીઓ અને નસોમાં સર્જાયેલા અવરોધ દૂર કરે છે. આ સાથે જ વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને પણ જ્યારે જરૂરી હોય ત્યારે પ્રાપ્ત થાય છે.

જ્યારે કરોડો કોષો અને શરીરનાં અવયવોને પર્યાપ્ત માત્રામાં વૈશ્વિક ઉર્જા (ભગવાન) પ્રાપ્ત થાય ત્યારે તે વધુ કાર્યન્વિત અને સક્રિય બને છે. જે સમગ્ર શરીરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. પરિણામે કુટુંબનો દરેક સભ્ય શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે. જે વ્યક્તિને આનંદમય જીવન અથવા સુખી જીવન જીવવામાં મદદ કરે છે. તેઓ જીવનમાં જે ઇચ્છે છે તે માત્ર 9 થી 180 દિવસમાં પ્રાપ્ત કરે છે.

ઉદાહરણ તરીકે:

આપણે ટેલિવિઝન માટે બરાબર સિગ્નલ મળે નહીં ત્યાં સુધી ડીશ એન્ટેના ફેરવતા રહીએ છીએ અને જ્યારે બરાબર સિગ્નલ મળે ત્યારે જ ટેલિવિઝન પર ચિત્ર સ્પષ્ટ દેખાય છે.

ડીશ એન્ટેનાની કંપન તરંગ પ્રસારણ કેન્દ્રની અનન્ય કંપન તરંગ સાથે સંરેખિત હોય છે. જ્યારે તેની સાથે બરાબર જોડાણ થાય, ત્યારે ટેલિવિઝન સ્ક્રીન પર ચિત્ર સ્પષ્ટ દેખાય છે.

હવે જો આપણે પ્રસારણકર્તાને વૈશ્વિક ઉર્જા (ભગવાન) માનીએ, તો પરિવારનાં સભ્યોને ડીશ એન્ટેના અને ટેલિવિઝનમાં આવતું ચિત્ર પરિવારમાં થતો સકારાત્મક વિકાસ છે.

ટેલિવિઝન પર જેમ ઘણી બધી ચેનલો હોય છે, તે જ રીતે દરેક વ્યક્તિ તેમની 4 ઉચ્ચ કંપન તરંગ દ્વારા વિવિધ ચેનલો સાથે જોડાઈ શકે છે.

આ ચેનલો નીચે પ્રમાણે છે:

  1. સંપત્તિ અને કારકિર્દી માટે ચેનલ
  2. આરોગ્ય માટે ચેનલ
  3. સંબંધ માટે ચેનલ
  4. જ્ઞાન માટે ચેનલ

વ્યક્તિએ તેની જરૂરિયાત મુજબ ચોક્કસ ચેનલની કંપન તરંગ સાથે ટ્યુન કરવું આવશ્યક છે.
જ્યારે વ્યક્તિ ચોક્કસ ચેનલ સાથે યોગ્ય રીતે જોડાય છે ત્યારે તેઓ તેમના સંબંધિત ક્ષેત્રમાં સકારાત્મક બદલાવનો આનંદ માણવાનું શરૂ કરે છે.

દરેક વ્યક્તિએ એક વાત જાણવી જરૂરી છે કે, વૈશ્વિક ઉર્જા તમારી પાસે જ છે. દરેક પગલે તમારી સાથે ચાલી રહી છે. તેનામાં, તમને અને તમારા પરિવારને આનંદમય જીવન (સુખી જીવન) જીવવા માટે મદદ કરવાની ક્ષમતા, શક્તિ અને તાકાત છે.

જો તમે વૈશ્વિક ઉર્જા (ભગવાન) સાથે સંપર્કમાં આવો છો તો:

  • તમે જેટલી તીવ્રતાથી જીવનમાં પાછળ ધકેલાઇ ગયા હોય તે જ ગતિએ જીવનમાં પ્રગતિ સાધી શકશો.
  • તમે પરિસ્થિતિનો ભોગ બનવાને બદલે દરેક ક્ષેત્રે વિજય મેળવી શકશો.
  • તમે જીવનની સૌથી ઊંડી અને અંધારી ખીણો ને પાર કરી ઉચા પર્વત સર કરશો.

માનવગુરુના માર્ગદર્શનની વિશિષ્ટતા:

તેમાં ધ્યાન, યોગ અથવા કોઈપણ દૈનિક અભ્યાસનો સમાવેશ થતો નથી

તેમાં કોઈ દવા, આહાર કે કસરતનો સમાવેશ થતો નથી

તે સરળ છે અને તેનું માત્ર એક વખત અમલીકરણની જરૂર છે

તે કોઈ પણ ધર્મ સાથે સંબંધિત નથી

સંપર્ક માહિતી