દરેક વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વૃક્ષ, નદી, સમુદ્ર, પર્વત, પૃથ્વી, આકાશ, અને દરેક જીવંત અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ ઉર્જાને કારણે છે. આ ઉર્જાને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ.
વૈશ્વિક ઉર્જા બધે હાજર છે પણ જોઈ શકાતી નથી. તેનું ન તો સર્જન થઈ શકે છે અને ન તો નાશ પામી શકે છે. આપણે હમેશા તેનાથી ઘેરાયેલા રહીએ છીએ.
દરેક વ્યક્તિની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ હોય છે.
એ જ રીતે વૈશ્વિક ઉર્જાની તેની પોતાની અનન્ય કંપન તરંગ છે. વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ ‘9’ છે.