જ્યારે વ્યક્તિ અને સ્થળ (જ્યાં રહે છે અથવા કાર્યસ્થળ) ત્યાં રહેલી સંબંધિત કંપન તરંગ સાથે સંપર્ક સાધે ત્યારે તે વૈશ્વિક ઉર્જા તે વ્યક્તિ અને સ્થળે વહે છે અને તે તેમને તેમની ઈચ્છા પૂરી કરવામાં મદદ કરશે.

વૈશ્વિક ઉર્જા શું છે?

વૈશ્વિક ઉર્જાએ જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. તે બ્રહ્માંડમાં તારાવિશ્વ, પરમાણુઓ અને અવકાશ વચ્ચે હાજર છે. જીવનમાં વ્યવસ્થા જાળવવી અને આપણી ચેતનાને વિસ્તૃત કરવી જરૂરી છે. વૈશ્વિક ઉર્જાનું મૂળ લક્ષણ આપણી ઈચ્છાને પૂર્ણ કરવાનું અને આપણને હંમેશા ખુશ રાખવાનું છે.

વૈશ્વિક ઉર્જાએ આપણી બધી ક્રિયાઓ, પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયા અને પૂર્ણપણે કરાતા કાર્યો પર આધારિત છે. તે નીચેનાં કારણોસર જરૂરી છે:

  • વ્યવસ્થિત જીવન જાળવવા માટે
  • સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે
  • જ્ઞાન મેળવવા માટે
  • આપણી ચેતનાને વિસ્તૃત કરવા
  • તે જીવનની તમામ પરિસ્થિતિઓમાં સંપૂર્ણપણે સામેલ છે
કોસ્મિક

તમે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકો?

આપણે રોજનાં 10 થી 12 કલાક આપણાં ઘરમાં અને 8 થી 10 કલાક આપણાં કામનાં સ્થળે વિતાવીએ છીએ. તેનો અર્થ એ છે કે દિવસનાં કુલ 24 કલાકમાંથી, આપણે 20 થી 22 કલાક આ બંને જગ્યાએ એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે વિતાવીએ છીએ. તેથી આ બે પવિત્ર સ્થાનો છે જ્યાં આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.

તમે વૈશ્વિક ઉર્જા સાથે કેવી રીતે સંપર્ક સાધી શકો?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવામાં અવરોધરૂપ બનતી કેટલીક ઊર્જાઓને કેવી રીતે દૂર કરવી તે અંગે માર્ગદર્શન આપશે. તે તમને વૈશ્વિક ઉર્જા સાથે સુમેળ સાધવામાં મદદ કરે છે. પરિણામે, તમે 9 થી 180 દિવસમાં સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરશો.

દાખલા તરીકે, જ્યારે તમે રેડિયો પર ગીતો સાંભળવા માંગો છો, ત્યારે તમે તમારા મનપસંદ સ્ટેશન પકડવા બટનોનો ઉપયોગ કરીને ચેનલોને ગોઠવો છો. જ્યારે તમે રેડિયોને યોગ્ય રીતે ટ્યુન કરશો, ત્યારે તમે તેને સ્પષ્ટ રીતે સાંભળી શકશો તેમજ ગીતોનો આનંદ લઈ શકશો.
તેવી જ રીતે, જ્યારે તમે તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવા અને સુખી અને સ્વસ્થ જીવન જીવવા માંગતા હો, ત્યારે તમારે વૈશ્વિક ઉર્જા સાથે સુમેળ સાધવો જોઈએ. માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માર્ગદર્શન આપશે.

તમે તમારી ઈચ્છા વૈજ્ઞાનિક રીતે કેવી રીતે પૂરી કરશો?

આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવીએ, ત્યારે વૈશ્વિક ઉર્જા મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત બને છે. તે મન અને શરીરને એક થવામાં મદદ કરે છે. પરિણામે, શરીરમાં હોર્મોન્સ સંતુલિત બને છે. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિકરીતે વ્યક્તિને સાજા કરવામાં મદદ કરે છે. તે નકારાત્મકતા ઘટાડે છે અને જીવનમાં સંવાદિતા લાવે છે.

વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનાં ફાયદા

કેટલાંક ફાયદાઓનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે:

વૈશ્વિક ઉર્જા રક્ત પ્રવાહને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને તાણ ઘટાડે છે.

વૈશ્વિક ઉર્જા તમામ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જેમ કે ચિંતા, ડિપ્રેશન વગેરેની સારવારમાં અદ્ભુત કામ કરે છે.

વૈશ્વિક ઉર્જા યાદશક્તિ અને જ્ઞાનમાં વધારો કરે છે

વૈશ્વિક ઉર્જા તમને જીવનનાં તમામ તબક્કામાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.

વૈશ્વિક ઉર્જા શરીરમાં તમામ હોર્મોન્સને સંતુલિત કરે છે અને તે તમને સુખી અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

Facebook Twitter Instagram Linkedin Youtube