સમગ્ર વિશ્વમાં સારું સ્વાસ્થ્યએ લોકો માટે પ્રાથમિકતા બની ગયું છે. જીવનમાં હવે તંદુરસ્ત જીવનશૈલી, સ્વચ્છ વિચારો અને જીવનનાં દરેક તબક્કે ઉત્તમ જીવન વ્યતીત કરવા પર ભાર મુકાઇ રહ્યો છે. આરોગ્ય એટલે બિમારી અથવા ઈજાથી મુક્ત રહેવું માત્ર નહીં પરંતુ સારીરીતે અને આનંદિત જીવન માણી શકવાની સ્થિતિ છે. સારું સ્વાસ્થ્યએ જીવનમાં સારી રીતે કાર્યરત રહી શકવું પણ છે.
જીવનશૈલીમાં આવેલા અસંતુલનને કારણે આજે વૈશ્વિક સ્તરે ઘણી જીવનશૈલીને લગતી વિકૃતિઓએ લોકોને અસર કરી છે. વિશ્વભરમાં લાખો લોકો કેન્સર, કિડની પથરી, માનસિક બિમારીઓ, શ્વસન સંબંધી રોગો, ડાયાબિટીસ વગેરે જેવા જીવલેણ રોગોથી પીડાઇ રહ્યા છે.