દરેક વ્યક્તિનાં જીવનમાં સંબંધો મહત્વની ભૂમિકા ભજવે છે. જો સંબંધો સારા ન હોય તો તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને દૈનિક ધોરણે અસર કરે છે. પતિ-પત્ની વચ્ચેનાં વણસેલા સંબંધો ક્યારેક છૂટાછેડા તરફ દોરી જાય છે. ઘરમાં અવારનવાર થતાં ઝગડાની અસર બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર પણ પડશે.
સામાન્ય રીતે, પરિવારો સંબંધને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:
- છૂટાછેડા
- નિયમિત દલીલો
- પરિવારનાં સભ્યો, સહકર્મચારીઓ, મિત્રો, પતિ-પત્ની, સંબંધીઓ વગેરે વચ્ચે ઝઘડો.
- આદરનો અભાવ
- પરિવારનાં સભ્યો વચ્ચે અશાંતિપૂર્ણ વાતાવરણ
વ્યક્તિ કે પરિવારને સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનું કારણ એ છે કે, તેઓ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્યરીતે સંપર્કમાં નથી.