એક આદર્શ લગ્નજીવન બે સમાન વ્યક્તિઓ વચ્ચેની ભાગીદારી છે. લગ્નએ એકમેક પ્રત્યે વિશ્વાસ, પ્રામાણિકતા અને આદર પ્રદાન કરવા માટે પ્રતિબધ્ધ થતાં દંપતી વચ્ચે જ નહી, પરંતુ તેમાં બંને તરફનાં પરિવારો પણ તેટલા જ સંકળાયેલા હોય છે.
લગ્ન જીવન હંમેશા સુખમય હોતું નથી, તેમાં સતત સુધારાને કાયમ આવશ્યકતા રહે છે. તેમાં રોજે રોજ સમીક્ષાની, પ્રેરણાની તેમજ અનુકૂળ થવાની જરૂર રહે છે.
લગ્નજીવનમાં હંમેશા પરિવારની અંદર અને બહારથી પડકાર આવતા રહેશે. અને આ સમયે લગ્ન જીવનમાં સુખ અને શાંતિ જાળવવાની જવાબદારી બંનેની હોય છે.
સુખી લગ્નજીવનની સ્થિરતાને અસર કરતા પરિબળો કયા છે?
- પ્રેમ અને પ્રતિબદ્ધતા
- વફાદારી અને નિસ્વાર્થતા
- ધીરજ, સ્વીકૃતિ, આદર, કરુણા
- એકબીજા માટે સમય ફાળવવાની ઇચ્છા, ધીરજપૂર્વક સાંભળવાની કળા અને પ્રયત્ન
- પ્રામાણિકતા અને વિશ્વાસ
- વિચારોનું આદાનપ્રદાન, પ્રશંસા અને સકારાત્મક આદાનપ્રદાન
લગ્નમાં જોવા મળતી કેટલીક સામાન્ય સમસ્યાઓ શું છે?
- પતિ અને પત્ની વચ્ચે ગેરસમજ
- છૂટાછેડા લેવાનાં આવતા વિચારો
- સાસરિયાઓ વચ્ચે ગેરસમજ અને ઝઘડા
- એકબીજા માટે આદરનો અભાવ
- પરિવારમાં ઉદાસી અને દુ:ખ
માનવગુરુ અનુસાર, લોકોનો વૈશ્વિક ઉર્જા સાથેનો સંપર્ક તૂટી જતાં તેઓ લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરે છે, પછી ભલે તેઓ દરેક સમયે તેનાથી ઘેરાયેલા કેમ ના રહેતા હોય.
શું તે શક્ય છે?
- દંપત્તિ વચ્ચેની ગેરસમજો દૂર કરવી શક્ય છે?
- છૂટાછેડા ટાળી શકાય ?
- તમારા સાસરીપક્ષ સાથેની ગેરસમજો દૂર કરવી?
- એકબીજા સાથે આદર્શપૂર્ણ વર્તન જાળવવું ?
- ઘરમાં સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું?
હા, તે ચોક્કસપણે શક્ય છે!
જ્યારે પતિ અને પત્ની વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે ત્યારે આ બધી સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શકતા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.
વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષો અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
એકવાર, વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,
- પતિ -પત્ની વચ્ચેની ગેરસમજો દૂર થશે.
- છૂટાછેડા લેવાનું કોઈ કારણ નહીં રહે અને જો કેસ કરેલો હશે તો સકારાત્મક ઉકેલ આવશે અને દંપત્તિ સમાધાન કરશે.
- સાસરી પક્ષ સાથેની ગેરસમજ અને ઝઘડા દૂર થશે અને ઘરમાં શાંતિ અને સુમેળ રહેશે.
- એકબીજા માટે પરસ્પર આદર જળવાશે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.