ભારતમાં ખેડૂતો ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. અહી ખેડૂતો મોટાભાગે વરસાદ અને કૃષિ ઉત્પાદન વેચાણ સાંકળ પદ્ધતિ પર આધાર રાખે છે. ખેડૂતોએ ગ્રાહકો, નિયમનકારો, ફૂડ પ્રોસેસર્સ અને છૂટક વેચાણકારોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવાની જરૂર છે. આધુનિક ખેતી આ સમસ્યાઓનાં વિવિધ ઉકેલો પ્રદાન કરે છે. પરંતુ, આ ઉકેલો દરેક ખેડૂતને હંમેશા મદદરૂપ થતા નથી. કેમકે, તેમની ખેત જમીન અને જરૂરિયાતો અલગ હોય છે.