દરેકનાં જીવનમાં લગ્ન મહત્વનો ભાગ ભજવે છે. છોકરા કે છોકરીનાં લગ્નમાં વિલંબ થાય ત્યારે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થાય છે. લગ્નમાં વિલંબ થવાથી છોકરા/છોકરી તેમજ તેમનાં પરિવાર પર ઘણું સામાજિક દબાણ આવે છે. જેને કારણે ઘણીવાર વ્યક્તિ તણાવ, હતાશા અને પોતાની જ આલોચના તરફ વળે છે.