આર્થિક સમૃધ્ધિ અથવા નાણાંકીય સ્થિરતા તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, તે તમારા જીવનને વધુ સુખમય બનાવવામાં મદદ કરે છે. પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિને જો નાણાંકીય ભીંસનો સામનો કરવો પડે, તો તેની અસર સમગ્ર પરિવારને ભોગવવી પડે છે. અને તેને કારણે ઘરમાં તણાવ અને તકરારનું વાતાવરણ પણ ઉભું થાય છે.
સામાન્ય રીતે, પરિવારો સંપત્તિને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:
- ઓછી આવકની સરખામણીએ વધુ પડતો ખર્ચ
- લોકોને આપેલાં નાણાં પરત ન આવવા
- વધતું દેવું
- લોન ચૂકવવામાં અસમર્થ
- પૈસાની બચત ન થવી
- ખોટી જગ્યાએ રોકાણ
- નાણાંકીય નુકશાન
- નાણાંને કારણે તણાવ
વ્યક્તિ અથવા પરિવાર દ્વારા સંપત્તિ ઉપાર્જનમાં અવરોધોનો સામનો કરવો પડતો હોય છે કારણ કે તેઓ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.