અમારા ખુશ ગ્રાહકો

નાગરાજુ

ખેડૂત, કર્ણાટક

હું એક ખેડૂત છું અને છેલ્લાં 35 વર્ષથી રેશમનાં ઉત્પાદન માટે રેશમનાં કીડાની ખેતી કરું છું. હું સરસવ જેવા બીજા કેટલાક પાકની પણ ખેતી કરું છું.

અમે એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં વરસાદ ઓછો હોય તેથી સારી ઉપજ મેળવવી મુશ્કેલ હતી. રેશમની ખેતી માટે વિશાળ રોકાણ અને સંભાળની જરૂર હોય છે. પણ મેં જે રોકાણ કર્યું હતું તેનું પણ મને વળતર મળ્યું નહીં અને રેશમ ઉત્પન્ન કરવા માટે જરૂરી રેશમનાં કીડા તેમનો વિકાસ ચક્ર પૂર્ણ ન કરતા મને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું.

દિનપ્રતિદિન અમારો પરિવાર વધુને વધુ ગરીબ બની રહ્યો હતો. એક સમય એવો આવ્યો કે અમારી પાસે ખાવાનું ખાવાના પૈસા નહતા. મેં લોન લેવાનું શરૂ કર્યું અને મિત્રો અને પરિવાર પાસેથી પણ ઉધાર નાણાં લીધા. ટુંક સમયમાં હું દેવાનાં ડુંગર તળે દબાઈ ગયો. જ્યારે પણ હું મારું રેશમનું ઉત્પાદન બજારમાં વેચું તેમાથી મને 5000, 10000 અથવા 20000 રૂપિયા મળતા પણ આંખનાં પલકારામાં તે ક્યાં ગાયબ થઈ જતાં તે સમજ પડતી નહીં. દરેક રૂપિયો લોન ચુકવવા અથવા કેટલાંક અણધાર્યા ખર્ચ પાછળ વપરાઇ જતો.

જ્યારે પણ ઘરે મહેમાન આવે ત્યારે હું તેમની સારીરીતે આગતા સ્વાગતા ન કરી શકતો હોવાથી મને ઘણો ક્ષોભ થતો. હું તેમને યોગ્ય ભોજન પણ કરાવી શકતો નહીં. તે અમારા પરિવાર માટે પણ ભાવનાત્મક અને સામાજિક રીતે નાલેશીપૂર્ણ હતું.

પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે, મેં તમામ આશા ગુમાવી દીધી અને હું આત્મહત્યા કરવા માંગતો હતો. મારા પ્રશ્નોનાં ઉકેલ માટે મને કોઈ રસ્તો મળતો નહતો. પછી મે વિચાર્યું કે, હું આત્મહત્યા કરીશ તો લોકો મને કાયર ગણશે અને માનશે કે હું સમસ્યાનો સામનો ન કરી શક્યો અને પરિવારને પાછળ છોડી તેના જીવનનો ત્યાગ કર્યો.

ચિંતાતુર અને હતાશ મનોદશા વચ્ચે એક દિવસ મને માનવ ગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન વિશે જાણકારી મળી. ટેલિવિઝન પર માનવગુરુનું પ્રવચન સાંભળી મને એટલી પ્રેરણા મળી કે, મેં તરત જ તેમનાં માર્ગદર્શનને અનુસરવાનું નક્કી કર્યું અને તેમનાં માર્ગદર્શનને અમલમાં મૂકતાં થોડા મહિનામાં જ મેં મારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કર્યું.

આશ્ચર્યજનક રીતે મને આ વર્ષે ખેતીમાં સારી ઉપજ મળી અને મને સારી કમાણી થઈ. મારી રેશમની ખેતીમાં પણ સારી પ્રગતિ પ્રાપ્ત થઈ છે અને ખેતી સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ હલ થઈ ગઈ છે. મેં બેંક પાસેથી લોન લઈને મારા બધા દેવાં ચૂકવી દીધા છે. હવે હું બેંકને એક નિશ્ચિત રકમ ચૂકવું છું અને મને તે વિશે કોઈ ચિંતા નથી, કારણ કે મારી પાસે બેંકમાં હંમેશા પૈસા હોય છે. હું સારીએવી રકમ બચાવવા માટે સક્ષમ બન્યો છું અને ભવિષ્ય માટે પણ નાણાં બાજુ પર રાખુ છું. આજે હું મારા ઘરે 50 કે 500 મહેમાન આવે તો તેમની આગતાસ્વાગતાની વ્યવસ્થા કરી શકું તેમ છુ. હું અને મારો પરિવાર આજે સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છીએ.

આપણાં દેશમાં, ખેડૂતની આર્થિક સમસ્યાઓ એ સરકાર માટેનો સૌથી મોટો પડકાર છે, ખાસ કરીને લોન માફી. દર વર્ષે ખેડૂતો લોન પરત ચૂકવવામાં અસમર્થ હોવાને કારણે સરકાર પાસેથી કરોડો રૂપિયાનાં લોન માફીની વિનંતી કરે છે. મારા અનુભવ મુજબ, મને લાગે છે કે જો આપણા દેશનો દરેક ખેડૂત અનન્ય જ્ઞાન અપનાવે, તો લોન માફ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે દરેક ખેડૂત લોન ચૂકવવા માટે સક્ષમ બનશે અને નાણાંકીય સ્થિરતા પણ પ્રાપ્ત કરશે.

આથી મને લાગે છે કે, તમામ ખેડુતોએ માનવ ગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન અપનાવવું જોઈએ તેમજ સુખી અને આનંદિત જીવનનો અનુભવ કરવો જોઈએ જેમ આજે અમારો પરિવાર અનુભવી રહ્યો છે. માનવગુરુ શ્રી. ચંદ્રશેખર ગુરૂજી અમારા જીવનમાં ભગવાનની જેમ આવ્યા અને અમારા ખરાબ સમય દરમ્યાન માર્ગદર્શન આપ્યું. અમે તેના માટે ખૂબ આભારી છીએ અને તેમનો ખરા દિલથી આભાર માનીએ છીએ.

Facebook Twitter Instagram Linkedin Youtube