વૈશ્વિક ઉર્જાની ગોપનીય ચાવી નંબર 9 છે (SECRET KEY)

દરેક વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વૃક્ષ, નદી, સમુદ્ર, પર્વત, પૃથ્વી, આકાશ, અને દરેક જીવંત અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ ઉર્જાને કારણે છે. આ ઉર્જાને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ.

વૈશ્વિક ઉર્જા બધે હાજર છે પણ જોઈ શકાતી નથી. તેનું ન તો સર્જન થઈ શકે છે અને ન તો નાશ પામી શકે છે. આપણે હમેશા તેનાથી ઘેરાયેલા રહીએ છીએ.
દરેક વ્યક્તિની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ હોય છે.

એ જ રીતે વૈશ્વિક ઉર્જાની તેની પોતાની અનન્ય કંપન તરંગ છે. વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ ‘9’ છે.

યુનિવર્સલ-એનર્જી

હવે તમે વિચારી રહ્યા હશો કે, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ ‘9’ કેમ છે? અમે તમને આ વિશે વિગતવાર સમજાવીશું.

અમે તરંગ ‘હર્ટ્ઝ’માં માપીએ છીએ.
એટલે કે
તરંગ = વર્તુળ /સેકન્ડ્સ

એક વર્તુળ 360˚ છે.
તો તેનો અર્થ છે
તરંગ = 360˚/સેકન્ડ

જો આપણે વર્તુળને ધ્યાનમાં લઈએ તો એક વર્તુળ 360˚ થી બનેલું છે.
અને જ્યારે આપણે હોકાયંત્રની વાત કરીએ તો ડિગ્રીઓ જુદી જુદી દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

યુનિવર્સલ-એનર્જી
હોકાયંત્ર
  • 45˚ ઇશાન દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    45 = 4+5 = 9
  • 90˚ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    90 = 9+0 = 9
  • 135˚ આગ્નેય દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    135 = 1+3+5 = 9
  • 180˚ દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    180= 1+8+0 = 9
  • 225˚ નૈઋત્ય દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    225 = 2+2+5 = 9
  • 270˚ પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    270 = 2+7+0 = 9
  • 315˚ વાયવ્ય દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    315 = 3+1+5 = 9
  • 360˚ ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે
    360 = 3+6+0 = 9

અગાઉ સમજાવ્યા મુજબ, દરેક વ્યક્તિની જન્મ તારીખ અનુસાર 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ હોય છે.

નીચે વ્યક્તિની જન્મ તારીખ અનુસાર ઉચ્ચ અને નિમ્ન કંપન તરંગનું ઉદાહરણ આપેલ છે.

4 ઉચ્ચ
કંપન તરંગ

135˚ (આગ્નેય)


90˚ (પૂર્વ)


180˚ (દક્ષિણ)


360˚ (ઉત્તર)

4 નિમ્ન
કંપન તરંગ

225˚ (નૈઋત્ય)


315˚ (વાયવ્ય)


45˚ (ઇશાન)


270˚(પશ્ચિમ)

જ્યારે આપણે એક પછી એક 4 ઉચ્ચ કંપન તરંગ પર નજર કરીએ છીએ ત્યારે આપણને કંઈક રસપ્રદ લાગે છે:

1. 135˚ = 1+3+5 = 9
2. 90˚ = 9+0 = 9
3. 180˚ = 1+8+0 = 9
4. 360˚ = 3+6+0 = 9

એ જ રીતે જ્યારે આપણે એક પછી એક 4 નિમ્ન કંપન તરંગ પર નજર કરીએ છીએ, ત્યારે આપણને મળે છે:

1. 225˚ = 2+2+5 = 9
2. 270˚ = 2+7+0 = 9
3. 45˚ = 4+5 = 9
4. 315˚ = 3+1+5 = 9

વર્તુળ વિશે આ કેટલાંક તથ્યો હતા. એ જ રીતે સમગ્ર બ્રહ્માંડમાં દરેક આકાર ‘9’ નંબરથી બનેલો છે.

ચોરસ અને લંબચોરસ:
ચોરસ
ત્રિકોણ:
ત્રિકોણ
પંચકોણ
પેન્ટાગોન
ષટ્કોણ:
હેક્સાગોન

તે જ પ્રમાણે, આકાર સિવાય પણ તમને લગભગ દરેક વસ્તુમાં ‘9’ નંબરનું મહત્વ જાણવા મળશે.

ઉદાહરણ તરીકે:

    • એક માતા તેના બાળકનું 9 મહિના સુધી વહન કરે છે
    • મનુષ્યમાં 9 પ્રકારની લાગણીઓ હોય છે જે પ્રેમ, આનંદ, ઉદાસી, ગુસ્સો, બહાદુરી, ભય, અણગમો, આશ્ચર્ય અને શાંતિ છે.
      આ 9 લાગણીઓ ભારતીય કલા સ્વરૂપોમાં પણ સમાવિષ્ટ છે અને તેમને નાટ્યશાસ્ત્ર અનુસાર ‘નવરસ’ તરીકે ઓળખવામાં આવે છે.
    • “નવરત્ન” તરીકે ઓળખાતા 9 કિંમતી રત્નો રૂબી, હીરા, વાદળી નીલમ, પીળો નીલમ, પન્ના, પ્રવાલ (મુંગા), મોતી, લહસુનિયા મણિ અને ગોમેદ છે.

વિવિધ ધર્મોમાં પણ ‘9’ નંબરનું મહત્વ જોવા મળે છે:

  • ઇસ્લામ અનુસાર, પવિત્ર રમઝાન મહિના દરમિયાન કુરાન 27 માં દિવસે પૂર્ણ થયું હતું.
    એટલે કે 2+7 = 9
  • કુરાન મુજબ, અલ્લાહનાં 99 નામ છે
    એટલે કે 9+9 = 18
    18 = 1+8 = 9
  • બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધનાં પાલીમાં 9 ગુણોનું વર્ણન છે:
    1. અરહમ (પરિપૂર્ણ)
    2. સમ્મા – સંબુદ્ધો (સંપૂર્ણ પ્રબુદ્ધ)
    3. વિજ્જા – ચરણા – સંપન્નો (સ્પષ્ટ દ્રષ્ટિથી સંપન્ન)
    4. સુગાટો (ઉમદા)
    5. લોકવિદુ (વિશ્વનાં જાણનાર)
    6. અનુત્તરો પુરીસા – દમ્મા – સારથી (પુરુષોનાં અજોડ પ્રણેતાને નિયંત્રણમાં રાખવા
    7. સત્તદેવ – મનુસ્સાનામ (ભગવાન અને માણસોના શિક્ષક)
    8. બુદ્ધો (પ્રબુદ્ધ)
    9. ભગવા (ધન્ય)
  • ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર આત્માનાં 9 ફળ છે જે પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા અને આત્મ-સંયમ છે.
  • હિન્દુ ધર્મમાં:
    • હિન્દુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રુદ્રાક્ષની માળામાં 108 મણકા હોય છે
      એટલે કે 108 = 1+0+8 = 9
    • ભગવદ ગીતા માનવ શરીરને ‘નવદ્વારપુરા’ (9 દરવાજા ધરાવતું નગર) તરીકે વર્ણવે છે. જેમાં, 2 આંખો, 2 નસકોરી, મોં, 2 કાન અને 2 વિસર્જનનાં દરવાજા છે.
    • દેવી દુર્ગાની આરાધના માટેનો નવરાત્રિનો તહેવાર 9 દિવસ ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન 9 દિવસનાં ઉપવાસ કરવામાં આવે છે.
    • હિન્દુ વિશ્વશાસ્ત્ર પ્રમાણે 4 યુગ છે જે સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગ છે. દરેક યુગ ચોક્કસ વર્ષો સુધી ચાલે છે.

1. સતયુગ = 1440000 વર્ષ
 1440000 = 1+4+4+0+0+0+0 = 9

3. દ્વાપર યુગ = 720000 વર્ષ
 720000 = 7+2+0+0+0+0 = 9

2. ત્રેતાયુગ = 1080000 વર્ષ
 1080000 = 1+0+8+0+0+0+0 = 9

4. કળિયુગ = 360000 વર્ષ
 360000 = 3+6+0+0+0+0 = 9

  • સંગીતમાં પણ આપણે વૈશ્વિક ઉર્જાની તરંગ વિશે વાત કરીએ છીએ:
  • 1 Hz = 1 X 360˚ = 360
    360 = 3+6+0 = 9
  • 15 Hz = 15 X 360˚ = 5400
    5400 = 5+4+0+0 = 9
  • 432 Hz = 432 X 360˚ = 155520
    155520 = 1+5+5+5+2+0 = 18
    18 = 1+8 = 9
  • 528 Hz = 528 X 360˚ = 190080
    190080 = 1+9+0+0+8+0 = 18
    18 = 1+8= 9
  • 963 Hz = 963 X 360˚ = 346680
    346680 = 3+4+6+6+8+0 = 27
    27 = 2+7 = 9

અંતે આપણે કહી શકીએ કે, આ બ્રહ્માંડમાં દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ ‘9’ નંબર સાથે જોડાયેલી છે.

એ જ રીતે વૈશ્વિક ઉર્જાની પોતાની અનન્ય કંપન તરંગ છે. વૈશ્વિક ઉર્જાની અનન્ય કંપન તરંગ 9 છે.

દરેક વ્યક્તિની પોતાની 4 ઉચ્ચ કંપન તરંગ છે જે તેમનાં ઘર અને કાર્યસ્થળ પર લાગુ પડે છે તે પણ 9 છે.
ઉદાહરણ તરીકે:
135 = 1+3+5 = 9
90 = 9+0 = 9
180 = 1+8+0 = 9
360 = 3+6+0 = 9

દરેક વ્યક્તિએ તેમનાં ઘર અને કાર્યસ્થળે તેમની ઉચ્ચ કંપન તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવવાની જરૂર છે.

જ્યારે આમ બને ત્યારે, વૈશ્વિક ઉર્જા વ્યક્તિનાં શરીર, તેમના ઘર અને કાર્યસ્થળે વહેવાનું શરૂ થાય છે. પરિણામે તે વ્યક્તિનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને તેઓ 9 થી 180 દિવસમાં જ તેમના જીવનમાં જે ઇચ્છે છે તે પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે.

માનવગુરુ દ્વારા અપાતી 4 ઉચ્ચ કંપન તરંગ તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવામાં મદદ કરશે અને તમારા જીવનમાં ચોક્કસ બદલાવ લાવશે.

Facebook Twitter Instagram Linkedin Youtube
Get Vastu Prediction

Thank you!

Your details have been submitted successfully. Our team will contact you soon.