વ્યક્તિ અપડેટ રહેવા અને વેપારને લગતા પડકારોને દૂર કરવા માટે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. મોટાભાગની વ્યૂહરચનાઓ ઉત્પાદન, કિંમત, સ્થળ, લોકો તેમજ પ્રચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ આ પરિબળો સાથે જોડાયેલી ઉર્જા પર કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું નથી. આ ઉર્જા બીજું કંઈ નથી પણ આપણી વૈશ્વિક ઉર્જા છે. વૈશ્વિક ઉર્જા એ જીવન શક્તિ છે જે સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે. માનવગુરુનાં અનન્ય જ્ઞાન મુજબ, વિવિધ સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા) જેવા કે ફેક્ટરી, દુકાન, ઓફિસો, ગોડાઉન વગેરેની ઉર્જામાં અસંતુલનને કારણે વેપારમાં પડકારોનો સામનો કરવો પડે છે.