આ તે છે જેના માટે માનવગુરુ પ્રયાસ કરી રહ્યા છે.

અમારા ખુશ ગ્રાહકો

અખિલા અયુબ ખાન

સામાજિક કાર્યકર, કર્ણાટક

અમે નવું મકાન બનાવ્યું પરંતુ નવા મકાનમાં સ્થળાંતર કર્યા પછી, અમારા જીવનમાં અનેક સમસ્યાઓની શરૂઆત થઈ. અમારી આર્થિક સ્થિતિ કથળી ગઈ. અમે અમારા ઘરમાં જરૂરી હોય કે અમે ખરીદવા ઇચ્છતા હોય તે કશું ખરીદી શકતા નહીં. મૂળભૂત જરૂરીયાતો માટેની ખરીદી માટે પણ અમને દુઃખદાયક નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. લોકો વિચારતા હતા કે અમે મકાન બનાવ્યું છે તેથી અમે આર્થિક રીતે સ્થિર છીએ જેથી તેઓ આવીને અમારી પાસે મદદ માગતા. પરંતુ તેમને અમારી સ્થિતિ જણાવવી મુશ્કેલ હતી.

મેં લોન લીધી અને નાના પાયે વેપારમાં ભાગીદાર બની, પરંતુ તેનાથી અમને કોઈ કમાણી ન થઈ. ટૂંક સમયમાં તણાવ અને ચિંતા અમારા અંગત જીવનમાં પણ દેખાવા લાગી. મારા અને મારા પતિ વચ્ચે સતત ઝઘડા થતા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અમને ખાવાનું નસીબ થતું નહતું અને એવા અનેક દિવસો જોયા કે જેમાં અમે ખાલી પેટે પાણી પીને સૂઈ ગયા હતા. દર રાતે મને અમારી સ્થિતિ વિષે વિચારીને રડવું આવતું.

અમને ખબર ન હતી કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું. એવું લાગતું કે દરેક માર્ગે સમસ્યાઓ અમારી રાહ જોઈ રહી છે. અમે એટલા હતાશ થઈ ગયા કે વિચારવા લાગ્યા કે ભગવાનને અમને આ પીડાદાયક જીવન કેમ આપ્યું? એવો સમય હતો જ્યારે અમે અમારા જીવનનો અંત લાવવાના આરે હતા.

પછી એક દિવસ અમને માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાન વિશે ખબર પડી. અમને લાગ્યું કે આ એકમાત્ર રસ્તો છે જે આપણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. અમે તરત જ માનવગુરુનાં માર્ગદર્શનનું પાલન કરવાનું નક્કી કર્યું. માનવગુરુથી અમને પ્રેરણા મળી અને તેનાથી અમારા જીવનમાં આશાનો સંચાર થયો.

માનવ ગુરુનું દિવ્ય જ્ઞાન અપનાવ્યા પછી, અમે અમારા જીવનમાં પરિવર્તન અનુભવ્યું. અમારી આર્થિક સમસ્યાઓ હલ થઈ ગઈ. અમે એક નાના પાયે ધંધો શરૂ કર્યો અને તેમાં મોટી સફળતા મળી અને ત્યારબાદ અમે વધુ ત્રણ વેપાર શરૂ કર્યા અને તે બધા આજે સારો નફો કરી રહ્યા છે. અમારી પાસે ક્યારેય ફોર વ્હીલર નહોતું પરંતુ આજે અમે એક કાર ખરીદી છે. મારું સામાજિક કાર્ય પણ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું છે અને મને પુષ્કળ એવોર્ડ્સ અને સન્માન મળ્યા છે. મળેલા નફાથી અમે અમારું ઘર ચલાવીએ છીએ અને જરૂરતમંદ લોકોને મદદ પણ કરીએ છીએ. અન્ય લોકોને મદદ કરવાથી અમને અપાર આનંદ મળે છે અને તે માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાનનાં કારણે જ શક્ય થઈ શક્યું છે.

દિવ્ય જ્ઞાન ની મદદથી, માનવગુરુ વિશ્વનાં દરેક પરિવારને વૈશ્વિક ઉર્જા સાથે જોડી શકે છે. જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે જોડાય છે, ત્યારે તેઓ જે ઇચ્છે છે તે બધું મેળવે છે. માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાનની આ વિશિષ્ટતા છે.

માનવ ગુરુનું દિવ્ય જ્ઞાન કોઈ ધર્મ અથવા જાતિ પર આધારિત નથી. હું મુસ્લિમ હોવા છતાં માનવગુરુનાં માર્ગદર્શનનું પાલન કરું છું અને હું તમને ખાતરી આપી શકું છું કે માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાનને કોઈપણ ધર્મ, જાતિ અને દરજ્જો ધરાવતી આ વિશ્વની કોઈપણ વ્યક્તિ અપનાવી શકે છે. હું ઇચ્છું છું કે દરેક કુટુંબ માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાનને અપનાવે અને સુખી જીવનનાં આનંદનો અનુભવ કરે. અમારી જરૂરનાં સમયે અમને મદદ કરવા માટે ગુરુજીનો આભાર.

Facebook Twitter Instagram Linkedin Youtube