અમે છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી અમારા પૂત્ર માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા હતા. પરંતુ તેમાં અમને સફળતા મળતી નહતી. મારી પુત્રીનું સગપણ થઈ ગયું હતું. પરંતુ દીકરાની સગાઈમાં આવતી બાધા અને આર્થિક સંકડામણને કારણે અમે દીકરીનાં લગ્નની પ્રક્રિયા આગળ વધારી શકતા નહતા.
દીકરાનાં લગ્ન માટે અનેક કન્યાઓ જોઈ પણ બંને પક્ષની હા હોય તો ક્યારેક કુંડળી ન મળે અથવા લગભગ નક્કી જ હોય અને સંબંધ માટે ના આવી જાય તેવું થતું હતું. તેને કારણે અમારી ચિંતા વધી રહી હતી.
અમે અમારા બાળકો અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા ત્યારે એક દિવસ, અમને માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાન વિષે ખબર પડી. અને જ્યારે અમે સાંભળ્યું કે ઘણા માતાપિતાને તેમનાં બાળકોના લગ્ન કરવવામાં મદદ મળી છે, ત્યારે અમે માનવ ગુરુનાં દિવ્ય જ્ઞાનને અપનાવીને માર્ગદર્શનને અનુસરવાનું શરૂ કર્યું. ત્રણ જ મહિનાના ગાળામાં, અમે અમારી આર્થિક સ્થિતિમાં બદલાવ અનુભવ્યો. આર્થિક સ્થિરતા પ્રાપ્ત થતાં, અમે અમારી પુત્રીના લગ્ન માટે એક ભવ્ય સમારોહ ગોઠવ્યો અને સન્માન સાથે તેના લગ્ન કરાવ્યા. આ સાથે, અમને અમારા પુત્ર માટે યોગ્ય જીવનસાથી મળતા તેના લગ્ન પણ સંપન્ન થયા છે. આજે મારા બંને બાળકો તેમના લગ્ન જીવનમાં ખુશ છે અને ખુશહાલ જિંદગી જીવી રહ્યાં છે.
આ દુનિયામાં અમે એવી કોઈ વ્યક્તિ નથી જોઈ કે જે દરેક પરિવારનાં જીવનમાં પરીવર્તન લાવી શકે અને તે પણ 9 થી 180 દિવસની અંદર. માનવગુરુ અને તેમની દિવ્ય જ્ઞાનની આ વિશિષ્ટતા છે. અમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ અને માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજી અને તેમનાં દિવ્યજ્ઞાનનો આભાર માનવા માંગીએ છીએ. હું આ વિશ્વનાં દરેકને વિનંતી કરીશ કે જો તેઓ કોઈપણ પ્રકારની જીવન સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો તે કૃપા કરીને માનવગુરુનો સંપર્ક કરે.