દુ:ખનું કારણ અને દાંપત્યજીવનમાં ધ્યેયનું પુન:નિર્ધારણ

દુ:ખનું કારણ અને દાંપત્યજીવનમાં ધ્યેયનું પુન:નિર્ધારણ

લગ્ન એટલે શું?

લગ્ન એ સ્વીકૃત ઔપચારિક અને કાનૂની વ્યવસ્થા છે જ્યાં બે વ્યક્તિઓ ભાવનાત્મક, સામાજિક તેમજ આર્થિક દ્રષ્ટિએ પોતાના જીવનમાં એક બીજા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનું નક્કી કરે છે.
આ શાશ્વત બંધન લગ્ન જીવનના સહભાગીને એવા મુકામ પર પહોચવામાં મદદ કરે છે જે નકારાત્મકતાથી દૂર તેમજ પરસ્પર વિશ્વાસ અને પ્રગતિશીલ વિચારોથી ભરેલું હોય.

લગ્નમાં મુશ્કેલીઓ કેવી રીતે આવે છે?

સુખી લગ્નજીવન તેમાં સમાવિષ્ટ ભાગીદારોની એકબીજા સાથેની અનુકૂળતા પર આધાર રાખે છે. શરૂમાં બંને વચ્ચેના તફાવતો રસપ્રદ લાગી શકે પરંતુ તેને કારણે નિર્ણયક્ષમતા અને પ્રગતિને અસર થાય તો તે કંટાળાજનક બની શકે છે.
સંબંધ સરળતાથી ચાલે તે માટે વાતચીત એ સૌથી અસરકારક સાધન છે. એ સ્વીકારીને ચાલવું કે અવરોધો આવશે અને તેને દૂર કરવા એ જીવનનો એક મહત્વપૂર્ણ અને આવશ્યક ભાગ છે તે સ્વસ્થ લગ્નનો આધાર છે.

લગ્નજીવનમાં સમસ્યા અને સહભાગી વચ્ચેના જોડાણ તૂટવાના કેટલાક મુખ્ય કારણો આ છે:

  • પ્રેમ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ, સમય, ધીરજ, આદર, સહિષ્ણુતાનો અભાવ
  • નિયમિત અને પરસ્પર ઉમદા વાતચીતની ગેરહાજરી
  • ભૂલી જવાની, માફ કરવાની, દલીલને અટકાવવાના અને સમાધાનની કોઈ પહેલ નહીં.
  • એકબીજા સિવાય સામાજિક જીવનનો અભાવ, પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરવું.
  • મહત્વાકાંક્ષાઓનો અભાવ, સંબંધને જાળવી રાખવાના પ્રયત્નોની ઇચ્છા
  • જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરવું, શારીરિક / ભાવનાત્મક નિકટતા

દરેક સંબંધમાં, બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે અને ખાસ કરીને એરેંજ મેરેજમાં વાતચીત સારા સંબંધ જાળવવા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેઓ લગ્ન કરીને જીવનભરના કરાર હેઠળ અમુક સામાજિક માપદંડોને સ્વીકારવા સંમત થાય છે.
દરેક લગ્ન જીવનકાળ દરમિયાન કોઈને કોઈ સમસ્યામાંથી પસાર થાય છે. એકબીજાને અવિભાજ્ય ધ્યાન આપવું, જીવનસાથીને પરીવર્તન વિના સ્વીકારવું, ઘરમાં દરેક કામ વહેચીને કરવા, સમાન જવાબદારીઓ સ્વીકારવી અને સાથે મળીને નાણાકીય નિર્ણય લેવા, ખરીદી વગેરે નિકટતામાં સુધારો કરી શકે છે અને પરસ્પર સન્માન વધારી શકે છે.

કેટલાંક લેખકો અને સ્વસહાય માટેની માર્ગદર્શિકા પ્રમાણે સફળ લગ્ન અને લગ્નજીવનમાં ઉદ્ભભવતી સમસ્યાઓના સારી રીતે લાવેલા ઉકેલો, ફક્ત ત્યારે જ ટકાવી શકાય છે જ્યારે જો તેમની વચ્ચે શાંતિ અને સમજણનો માહોલ જળવાઈ રહે. સમસ્યાઓના સમાધાન માટે તેઓ શાંતિપૂર્વક વાતચીતની ભલામણ કરે છે.
શું આ ઉકેલો વ્યવહારિક અને ટકાઉ પણ છે? તેની કોઈ ખાતરી નથી. કેમકે ઘરે અને કામ ઉપર કામનું દબાણ, તણાવભરી ક્ષણો ખાસ કરીને જો તમારી પાસે દેખરેખની જરૂર હોય તેવા બાળકો અને વૃદ્ધો હોય.

જીવનસાથી વચ્ચે થયેલી નાની ગેરસમજણો સમગ્ર દિવસ દરમ્યાન તેમના દિમાગ પર અને તેમના રોજિંદા જીવનમાં એકબીજા સાથેના વ્યહવાર પર અસર કરી શકે છે. જીવનમાં ગમે ત્યારે પડકારો આવી શકે છે જ્યારે તેના વિષે વિચાર્યું પણ ન હોય. અને તે સુખી દાંપત્ય જીવન માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
ઉદાહરણ: જો કોઈ વકીલ પાસે ઊલટ તપાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કેસ હોય અને ઘરે મુશ્કેલી હોય તો મન હાથ પર લીધેલા કામમાં લાગતું નથી અને ગંભીર ભૂલો પણ થઈ શકે છે. જે કામને પણ અસર કરવાનું શરૂ કરી શકે છે. અસ્વસ્થ મનસ્થિતિ ઉપરાંત, કાર્યદક્ષતા પર પણ અસર થશે. મોટેભાગે, તણાવની ક્ષણોમાં મૂળ કારણની અવગણના કરવામાં આવે છે.

માનવ ગુરુ અનુસાર લગ્ન જીવનમાં સમસ્યાઓ મન, શરીર અને આસપાસના સ્થાનોનું વૈશ્વિક ઉર્જાથી વિમુખ થવાને કારણે સર્જાય છે.

વર્ષ 2000 થી માનવ ગુરુએ ‘સિક્રેટ ઓફ લાઇફ’ અનન્ય ફિલસૂફીની રચના કરી જે માત્ર વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈને સફળ લગ્નજીવનનો માર્ગ દર્શાવે છે.

જ્યારે યુગલોનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેઓ આ પદ્ધતિએ જીવન પર પડતાં પ્રભાવ અને તેની સફળતા અંગે અવિશ્વાસ વ્યક્ત કરે છે.

આ વૈશ્વિક ઉર્જા બે સહભાગી વચ્ચે ચર્ચા કરવા અને ઉકેલ સુધી પહોંચવા માટે શાંતિ, સ્પષ્ટતા અને વાતાવરણ લાવે છે અને ભવિષ્યમાં વધુ અવરોધો ઉભા થતાં અટકાવે છે. જીવન પછી વધુ આરામદાયક અને વ્યવસ્થાપિત બનશે. અને તેમને એ પણ સમજાય છે કે લાંબા સમયથી ચાલી આવતી પરંપરાગત પદ્ધતિઓ સમસ્યાઓના નિરાકરણ માટે બળપૂર્વક લાગુ કરી શકાતી નથી.

સંબંધો બાબતે વ્યવહાર કરતી વખતે; ફક્ત મન અને શરીરનો ઉપચાર કરવો અને આસપાસના સ્થાન અને વૈશ્વિક ઉર્જાની અવગણના કરવાથી સુખી વિવાહિત જીવન તરફ મદદ મળશે નહીં.
કાયમી સમાધાન પ્રાપ્ત કરવા અને લગ્નજીવનના સહભાગીઓએ લગ્ન જીવનમાં સમસ્યાઓ ટાળવા માટે; ત્રણેય એટલે કે શરીર, આસપાસના સ્થળો અને વૈશ્વિક ઉર્જા એકબીજા સાથે જોડાય તે આવશ્યક છે જ્યાં સુધી આ ત્રણ સ્વતંત્ર એકમો વચ્ચે સુમેળ ન થાય ત્યાં સુધી, તેઓ એક બની શકતા નથી.

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, માનવ શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પોતાનું કંપન હોય છે અને જ્યાં તેઓ રહે છે / કાર્ય કરે છે તે સ્થાનની પોતાની ઉર્જા અને તેની કંપન છે. તેવી જ રીતે, વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપન છે.

જ્યારે લગ્નજીવનના સહભાગી તે જ્યાં રહે છે / કાર્ય કરે છે તે સંબંધિત કંપનીય તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય; પછી વૈશ્વિક ઉર્જા આપમેળે શરીરને મળે છે.

જ્યારે વૈશ્વિક ઉર્જા લગ્નજીવનના સહભાગીને ટેકો આપવાનું શરૂ કરે છે, ત્યારે તેઓને પહેલા તો તેમને સમજાશે કે મુખ્યત્વે કયા પ્રકારના વલણ, ગેરસમજ અને વાતચીતના અભાવના કારણે લગ્નજીવનમાં મુશ્કેલી વધે છે. તેનો મતલબ એ પણ છે કે તેઓ વ્યક્તિગત ધોરણે આ મુદ્દાને જોવાને બદલે એક ટીમ તરીકે આ મુદ્દાને ધ્યાનમાં લેવાનું શરૂ કરશે.

વૈશ્વિક ઉર્જા પોષકની જેમ કાર્ય કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ રાખે છે. એકવાર આવું થાય પછી, જીવનમાં બદલાવ આવે છે અને 9 થી 180 દિવસની અંદર તમે તમારી પીડાના સ્તરમાં આપોઆપ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવાનું પ્રારંભ કરશો.
તેઓ ભવિષ્યમાં સંબંધમાં મુશ્કેલીને ટાળવાનો પણ પ્રયત્ન કરશે. જે તેઓને જોડે લાવવામાં મદદ કરશે. સારીરીતે માહિતીનું આદાનપ્રદાન થતાં તેમની નિકટતા અને લગ્નજીવનને ઉત્તમ બનાવવામાં મદદ કરશે.

સારાંશ: શાંતિપૂર્ણ લગ્ન ત્યારે બને છે જ્યારે યુગલ ચર્ચા કરી એકસાથે સમાધાન પર પહોંચે છે અને ભવિષ્યમાં વધુ અવરોધો ઉભા થતા પણ અટકાવે છે.

માનવગુરુની અનોખી ફિલસૂફી `સિક્રેટ ઓફ લાઇફ’ એ સ્વસ્થ લગ્ન માટેનો એક સંપૂર્ણ ઉપાય છે અને સંબંધને જોવામાં આવતી રીતને બદલવામાં મદદ કરી શકે છે તેમજ જીવનસાથી વચ્ચે વધુ સારી સ્વીકૃતિ અને બંધન પ્રાપ્ત કરી શકાય છે. દરેક દંપતીએ એકવાર પ્રયત્ન કરવો જોઈએ અને માનવ ગુરુના “સિક્રેટ ઓફ લાઇફ” ની સહાયથી માત્ર 9 થી 180 દિવસમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરવો જોઈએ.

માનવગુરુ

માનવગુરુ

તેમના દિવ્ય જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં 9 થી 180 દિવસની અંદર જીવનમાં બદલાવ લાવ્યા.

સંપર્ક માહિતી